Recruitment For Law Graduates : કાયદા સલાહકારની પોસ્ટ માટે અમરેલી જિલ્લા પંચાયત દ્વારા સરકારી ભરતીની જાહેરાત, આ રીતે અરજી કરો

Recruitment For Law Graduates : જે પણ ઉમેદવાર મિત્રો કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને સરકારી નોકરી ની શોધ કરી રહ્યા છે તો તેઓ માટે સારા સમાચાર છે, જો તમારી આ ભરતીમાં પસંદગી થાય છે તો તમને મહિને રૂપિયા 60,000 નો પગાર આપવામાં આવશે. જો તમે ભરતીમાં રસ્તા રહો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો કેમ કે અહીં અમે તમને આપ ભરતી વિશેની તમામ મહત્વપૂર્ણ જાણકારી આપેલી છે, ચાલુ શરૂ કરીએ…

કાયદા સલાહકારની પોસ્ટ પર ભરતી | Recruitment For Law Graduates

અમરેલી જિલ્લા પંચાયત દ્વારા કાયદા સલાહકાર ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે, ધ્યાન રહે કે અરજી પ્રક્રિયા ઓનલાઇન નથી, અરજી ક્યાં પહોંચાડવાની છે તે વિશેની માહિતી નીચે આપેલી છે.

  • જગ્યા નું નામ : કાયદા સલાહકાર
  • ટોટલ ખાલી જગ્યા : 01

ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ

જે પણ ઉમેદવાર મિત્ર કાયદાના ક્ષેત્રમાં શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને આ ભરતીમાં રસ ધરાવે છે તે ઉમેદવાર મિત્રએ નીચે દર્શાવેલા સરનામે તારીખ 15 ઓક્ટોબર 2024 સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે.

પગાર ધોરણ

જે ઉમેદવાર આ ભરતીમાં કાયદા સલાહકાર તરીકે પસંદગી થાય છે તે ઉમેદવાર મિત્ર ને મહિને રૂપિયા 60,000 નો પગાર આપવામાં આવશે.

કોણ અરજી કરી શકે ?

સરકારી ભરતીમાં અરજી કરવા માટે મુખ્યત્વે બે બાબતો જોવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા. તો ચાલો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મેળવીએ.

જે પણ ઉમેદવાર મિત્રએ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી કાયદામાં ગ્રેજ્યુએટ કરેલું છે ઉપરાંત કાયદાની પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવેલ છે તેમજ કોમ્પ્યુટરની CCC+ લેવલની જાણકારી ધરાવે છે તે ઉમેદવાર મિત્ર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.

હાલ ચાલુ ભરતી : જવાહર નવોદય વિદ્યાલય દ્વારા 10 પાસ ઉમેદવારો માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરાઈ

હવે ઉમર મર્યાદાની વાત કરીએ તો.. અરજી કરનાર ઉમેદવારાની ઉંમર 55 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું ?

સૌપ્રથમ તમારે અમરેલી જિલ્લા પંચાયતની ઓફિસિયલ વેબસાઈટ https://amrelidp.gujarat.gov.in પરથી આ ભરતી અંગેનું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે, ફોર્મ ડાઉનલોડ થઈ ગયા પછી તેની હાડ કોપી કાઢી લેવી અને તેમાં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ભરી દેવી, આ સાથે જરૂરી ડોક્યુમેન્ટની નકલ જોડી દેવી.

હવે આ ફોર્મ ને તારીખ 15 ઓક્ટોબર 2024 પહેલા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી 365601, સરનામે પહોંચાડવાની રહેશે.

ખાસ નોંધ : ધ્યાન રહે કે આ ભારતીય 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નથી કરતા પહેલા અમરેલી જિલ્લા પંચાયતની સત્તાવાર વેબસાઈટ પરથી ઓફિસે નોટિફિકેશન મેળવી લેવી અને આ ભરતી વિષેની તમામ માહિતી મેળવી લેવી ત્યારબાદ જ અરજી કરવી.

આ ઉપરાંત તમે જણાવી દઈએ કે જો તમે હાલચાલુ ભરતી વિશેની વધારે માહિતી મેળવવા ઈચ્છો છો તો નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે વિશેની માહિતી તમારી સામે ખુલી જશે, ધન્યવાદ.

Leave a Comment