Bank of Baroda recruitment 2024: જે પણ ઉમેદવાર મિત્ર બેન્કિંગમાં પોતાનું કેરિયર બનાવવા ઈચ્છે છે તેઓ માટે સારા સમાચાર છે કારણ કે બેંક ઓફ બરોડા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, અને ખુશીની વાત એ છે કે જોબ લોકેશન પણ ગુજરાતમાં જ છે. તો જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
Bank of Baroda recruitment 2024
બેંક ઓફ બરોડા દ્વારા બિસી સુપરવાઈઝરની ખાલી જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે, આ નોકરી મેળવવા માટે ઉમેદવારે લેખિત પરિક્ષા આપવાની નથી પરંતુ ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, તો ચાલો ક્યાં જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે વિશેની માહિતી મેળવીએ.
- સાબરકાંઠા જિલ્લામાં બે જગ્યાઓ
- અરવલ્લી જિલ્લામાં ત્રણ જગ્યાઓ
આમ ટોટલ 5 જગ્યા ઉપર bank of baroda દ્વારા ભરતી હાથ ધરવામાં આવી છે.
અરજી કરવા માટે અગત્યની તારીખ
જે પણ ઉમેદવાર મિત્ર આ ભરતીના અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ તારીખ 11/10/2024 સુધીમાં નિયત સરનામે અરજી પહોંચાડવાની રહેશે.
ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
ઉમર મર્યાદાની વાત કરીએ તો યંગ ઉમેદવારો માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી 45 વર્ષ સુધીની રાખવામાં આવી છે જ્યારે રીટાયર્ડ ઉમેદવારો માટે ઉંમર મર્યાદા 65 વર્ષ રાખવામાં આવી છે.
હાલ ચાલુ ભરતી : સરકારી હોસ્પિટલમાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યંગ ઉમેદવારો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ ઉપરાંત કોમ્પ્યુટર ન જરૂરી નોલેજ હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ની માહિતી માટે તમે બેન્ક ઓફ બરોડા દ્વારા જાહેર કરાયેલ જાહેરાત જોઈ શકો છો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જે ઉમેદવાર મિત્ર શૈક્ષણિક લાયકાત કે અનુભવ ધરાવતા હશે તેઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
જે પણ ઉમેદવારોએ આ ભરતીમાં ફોર્મ ભર્યા હશે તે ઉમેદવારનું શોર્ટ લીસ્ટ મેરીટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ જે ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ સારું થશે તે ઉમેદવારોને આ જોબ માટે પસંદગી કરવામાં આવશે.
અરજી કયાં કરવી ?
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ તારીખ 11/10/2024 સુધીમાં ” પ્રાદેશિક મેનેજર, બેંક ઓફ બરોડા, સાબરકાંઠા પ્રાદેશિક કચેરી, 2જો માળ પરફેક્ટ એવન્યુ, શામળાજી હાઇવે રોડ, સહકારી જિન, હિંમતનગર- 383001″ આ સરનામે અરજી પહોંચાડવાની રહેશે.
નોંધ : અરજી કરતા પહેલા બેંક ઓફ બરોડાની સતાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in/career/current-opportunities પર જઈ, આ ભરતીની તમામ માહિતી મેળવી લેવી ત્યારબાદ જ અરજી કરવી.
મિત્રો જો તમે આવી રીતે નવી નવી ભરતી વિષેની માહિતી મેળવવા ઈચ્છો છો તો અમારી સાથે જોડાયા રહેજો ઉપરાંત હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા માટે નીચે રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે હાલ ચાલુ ભરતી વિષેની માહિતી આવી જશે, ધન્યવાદ.