RRC Eastern Railway Recruitment 2024: જો તમે 10 મુ ધોરણ પાસ છો અને તમારે સરકારી નોકરી ની જરૂરિયાત છે તો તમારે આ આર્ટિકલ છેલ્લે સુધી જરૂર વાંચવો જોઈએ કારણ કે રેલ્વે તરફથી તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ ધોરણ 10 પાસ ઉમેદવારો માટે પરીક્ષા વગર સીધી ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે, તો ચાલો આ નોટિફિકેશનમાં આપેલી મહત્વપૂર્ણ જાણકારી ને ચર્ચા કરીએ.
RRC Eastern Railway Recruitment 2024
આરઆરસી દ્વારા જાહેર કરાયેલ જાહેરાત માં આપેલ જાણકારી મુજબ ટોટલ 3115 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આ ભરતી કરવા માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે ઉપરાંત જણાવ્યું છે કે આ ભરતી એપ્રેંટિસ ની જગ્યાઓ માટે કરવામાં આવશે, ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારે રેલવે વિભાગની સતાવાર વેબસાઈટ rrcrecruit.co.in પર સમય મર્યાદા પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખો
રેલવે વિભાગ દ્વારા આ 3115 જગ્યાઓ પર એપ્રેંટિસ પદ પર ભરતીની જાહેરાત તારીખ 09/092024 ના રોજ કરવામાં આવી છે અને આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 24/09/2024 ના રોજ થશે અને તારીખ 23/10/2024 સુધી rrcrecruit.co.in વેબસાઈટ પર ફોર્મ ભરી શકાશે.
કોણ કોણ અરજી કરી શકે છે
જે પણ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓએ સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને અમુક જગ્યાઓ ધોરણ 12 પાસ માટે પણ છે આ ઉપરાંત ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 15 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર મિત્રો પણ અરજી કરી શકે છે અને વધુમાં વધુ 24 વર્ષની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે આ ઉપરાંત અનામત કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે, તે માટે તમે સતાવાર જાહેરાત જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા અને અરજી ફી
આ ભરતી ધોરણ 10 માં મેળવેલ માર્કના આધારે ઊંચું મેરીટ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે અને હવે આ ભરતી માટે અરજી ફી ની વાત કરીએ તો એસસી, એસટી અને પીડબલ્યુબીડી કેટેગરીના ઉમેદવારોને કોઈ ફી ભરવાની નથી જ્યારે આ સિવાયની કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા ભરવાના રહેશે.
તો જે પણ ઉમેદવાર મિત્રોનું સરકારી નોકરીનું સપનું છે તે મિત્રોએ તારીખ 23/10/2024 પહેલા ઓનલાઇન અરજી કરી દેવી તેમજ તમારા મિત્રો કે જે 10માં ધોરણ માં સારા ગુણ ધરાવે છે તેઓને આ ભરતી વિષેની માહિતી જરૂર શેર કરજો.