Tadpatri Sahay Yojana : મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતીવાડીની યોજનાનો લાભ લેવા માટે સાત દિવસ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે, આ સાત દિવસ દરમિયાન ગુજરાતના ખેડૂતો ખેતીવાડીની ઘણી બધી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે, તો ચાલો આ યોજનાઓમાંની એક યોજના એટલે કે તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીએ.
તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana
ખેડૂત હોય તેને ખબર જ હોય કે ખેતીના પાક કે પછી ગાય ભેંસ જેવા પ્રાણીઓના ઘાસ ચારા ને સાચવવા માટે અવાર નવાર તાડપત્રીની જરૂર પડતી હોય છે. તેથી ગુજરાત સરકાર ખેડૂતોની આ જરૂરિયાત પૂરી કરવા માટે તાડપત્રી ખરીદવા માટે નાણાકીય સહાય આપે છે જેથી ખેડૂત તાડપત્રી ખરીદીને તેનો ઉપયોગ કરી શકે. ચાલો હવે કેટલી સહાય મળશે તે વિશે જાણકારી મેળવીએ.
તાડપત્રી સહાય યોજના દ્વારા મળતુ સહાય ધોરણ
- આ યોજનાનો લાભ દરેક કેટેગરીના ખેડૂતો મેળવી શકે છે.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને તડપત્રી ખરીદવા માટે જેટલો ખર્ચ થાય તે ખર્ચના 75% અથવા 1875 રૂપિયા. બે માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે.
- જનરલ કેટેગરીના ખેડૂતોને તડપત્રી ખરીદવા માટે જેટલો ખર્ચ થાય તે ખર્ચના 50% અથવા 1250 રૂપિયા. બે માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે.
તાડપત્રી સહાય યોજનાના નિયમો
- આ સહાય યોજના દ્વારા વધુમાં વધુ 2 તાડપત્રીની ખરીદી માટે સહાય મળે છે.
- આ યોજનાનો લાભ ત્રણ વર્ષમાં એક જ વાર મળે છે, એટલે કે આ વર્ષે તમે આ યોજનાની લાભ મેળવો છો તો હવે ત્રણ વર્ષ પછી તમને આ યોજનાનો લાભ મળશે.
- યોજનાની લાભ લેવા માટે ખેડૂત પાસે જરૂરી બધા દસ્તાવેજ હોવા જોઈએ તેમજ નિયત સમય મર્યાદામાં અરજી કરવી પડશે.
તાડપત્રી સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજની યાદી
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને જાતિનો દાખલો રજૂ કરવો પડશે.
- રેશનકાર્ડ
- અરજી કરનારનું આધાર કાર્ડ
- જમીનના દસ્તાવેજ જેમ કે સાત બાર અને આઠ અ
- જો સંયુક્ત જમીન હોય તો સંમતિ પત્રક
- બેંક ખાતાની પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ
અરજી કરવા માટે અગત્યની તારીખો
ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે અલગ અલગ જિલ્લાઓ માટે ખેતી વાડીની યોજનામાં અરજી કરવા માટે અલગ અલગ તારીખો રાખેલ છે, તમારા જિલ્લામાં માટે કઈ તારીખે ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકાશે તેની માહિતી નીચેની લિંક પરથી મળી જશે, ઉપરાંત એ પણ માહિતી મળી જશે કે તમે ઘરે બેઠા કઈ રીતે મોબાઈલ દ્વારા અરજી કરી શકશો.
મિત્રો આવી રીતે સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ હાલ ચાલુ સરકારી યોજનાની માહિતી મેળવવા નીચે યોજના લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને માહિતી મળી જશે, ધન્યવાદ.