vodafone idea news today: 30,000 કરોડ રૂપિયાનો કરાર, હવે જીઓનો ખેલ ખતમ

vodafone idea news today : તમને બધાને ખબર જ હશે કે જ્યારે જીઓ ટેલિકોમ કંપની દ્વારા ગ્રાહકોને ફ્રી માં ઇન્ટરનેટ સુવિધા અને કોલીંગ સુવિધા આપવામાં આવી હતી ત્યારથી જ અન્ય ટેલિકોમ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને તેઓના ગ્રાહકોમાં અચાનક ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, અને આ ટેલિકોમ કંપનીઓ દેવામાં પણ ફસાઈ ગઈ હતી.

તેથી તમને ખ્યાલ હશે કે વોડાફોન અને આઇડિયા ટેલિકોમ કંપની મર્જ થઈને વિઆઇ બની છે, પરંતુ જ્યારે આ કંપનીઓ મર્જ થઈ હતી ત્યારે તેઓ પાસે ટોટલ 40.8 કરોડ ગ્રાહકો હતા પરંતુ સમય જતાં હાલ ફક્ત 21.5 કરોડ ગ્રાહકો જ બચ્યા છે. તેથી વીઆઇ લિમિટેડ કંપનીએ હવે નોકિયા, એરિક્સન અને સેમસંગ કંપનીઓ સાથે કરાર કરવાનું નક્કી કર્યું છે અને પોતાની સુવિધામાં વિસ્તાર કરવાનું વિચાર્યું છે જેથી તેઓના ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય.

કામના સમાચાર : શું હવે વર્ષમાં બે વખત ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે ?

30,000 કરોડ રૂપિયાનો મોટો કરાર કર્યો | vodafone idea news today

વોડાફોન આઈડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફોરજી અને ફાઈવ જી ની સુવિધાનો વિસ્તાર વધારવા માટેના ઉપકરણો માટે 30,000 કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો છે, આ કરાર નોકિયા, એરિક્સન અને સેમસંગ કંપનીઓ સાથે 3 વર્ષ માટે કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે હાલ ચાલુ વર્ષમાં કોઈ કંપની દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો કરાર છે. આ ઉપરાંત કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તેનો ફોર જી સેવાનો વિસ્તાર 1.03 અબજ છે છે પરંતુ આ વિસ્તાર તેઓ વધારીને 1.30 અબજ કરવા ઈચ્છે છે ઉપરાંત મુખ્ય વિસ્તારોમાં ફાઈવ જી ની સુવિધા ઉપલબ્ધ કરવા ઈચ્છે છે.

વોડાફોન આઇડિયા લિમિટેડ ના સીઈઓ એ શું કહ્યું

વોડાફોન આઇડિયા લિમિટેડ ના સીઈઓ અક્ષય મૂંદ્રા દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક નવી શરૂઆત છે અને હજુ કંપની ના વિકાસ માટે અન્ય નિર્ણયો પણ લેવામાં આવશે. તેમજ વધારામાં જણાવ્યું કે નોકિયા અને એરિક્સન તો અમારા શરૂઆત થી જ ભાગીદાર રહ્યા છે, હવે નવા ભાગીદાર સેમસંગ સાથે મળીને કાર્ય કરવા માટે અમે તત્પર છે.

તો મિત્રો આ કરાર થી ગ્રાહકોને મોટો ફાયદાઓ થવાની સંભાવના છે કારણ કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ફક્ત જીઓ નું નેટવર્ક ઉપલબ્ધ હોવાને લીધે લોકો પાસે ફક્ત જીઓ નું એક જ વિકલ્પ મળે છે પરંતુ હવે વોડાફોન આઇડિયા લિમિટેડ પોતાના નેટવર્ક વિસ્તારમાં વધારો કરી રહ્યું છે તો વધુમાં વધુ લોકોને હવે જીઓ સિવાય પણ અન્ય ટેલિકોમ કંપની નો વિકલ્પ મળી જશે.

મિત્રો આવી જ રીતે કામના સમાચાર મેળવવા માટે અમરી સાથે જોડાયા રહો, તેમજ વધુ આવા સમાચાર ની માહિતી માટે તમે નીચે ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને ઉપયોગી સમાચારની માહિતી મળી જશે, ધન્યવાદ.

Leave a Comment