Cabinet Secretariat DFO Vacancy : જે પણ ઉમેદવાર મિત્રો કેન્દ્ર સરકારની સરકારી નોકરી કરવા ઈચ્છે છે તેઓ માટે કેન્દ્ર સરકારની સરકારી નોકરી કરવા માટે એક જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાત કેબિનેટ સેક્રેટરિયેટ પદ ની ખાલી જગ્યા ભરવા માટે કરવામાં આવી છે, તો જો તમે આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો આ લેખ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો, અહીં આ ભરતીને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
Cabinet Secretariat DFO Vacancy
સામાન્ય રીતે આ ભરતી વિષય મુજબ બે પદ પર કરવામાં આવી રહી છે, બંને પદમાં 80-80 જગ્યાવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે, તો ચાલો જોઈ લઈએ કે આ બે પદ કયા કયા છે.
- કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે 80 જગ્યાઓ
- ઇલેક્ટ્રોનિક્સ અને/અથવા માટે 80 જગ્યાઓ
આમ ટોટલ Cabinet Secretariat DFO માટે 160 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે, આ ભરતીમાં ઓફલાઈન રીતે ફોર્મ ભરવા પડશે.
હાલ ચાલુ ભરતી : બાયોલોજી વિષય ધરાવતા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત, આ તારીખ પહેલા અરજી કરી દો
કોણ કોણ અરજી કરી શકે છે ?
અરજી કરવા માટે ઉમેદવારને મુખ્ય બે યોગ્યતા ને જેને લેવામાં આવે છે જેમ કે ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો સૌપ્રથમ ઉંમર મર્યાદા વિશે જાણકારી મેળવીએ.
સામાન્ય રીતે આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર ની ઉંમર 30 વર્ષ કરતાં વધારે હોવી ન જોઈએ, આ ઉપરાંત સરકારના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે તેની વધારે માહિતી માટે સતાવાર જાહેરાત જોઈ શકો છો.
હવે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારે એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી કરેલું હોવી જોઈએ અથવા કોઈપણ ટેકનિકલ, સાયન્ટિફિક અથવા સાયન્સમાં માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાતની વધારે માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત જોઈ શકો છો.
ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ ભરવાની રીત
જો તમે ઉપર મુજબની લાયકાત ધરાવો છો તો તમારે 21/09/2024 થી 21/10/2024 સુધીમાં ફોર્મ ભરવાનું થશે, ધ્યાન રહે કે ઓફલાઈન રીતે ફોર્મ ભરવાનું થશે.
જો તમારે અરજી કરવી છે તો નીચે અમે સતાવાર જાહેરાત ની લીંક આપેલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તેમાં અરજી ફોર્મ પણ આપેલું છે તેની પ્રિન્ટ કાઢીને તેમાં બધી જરૂરી માહિતી દાખલ કરી અને દસ્તાવેજ જોડ્યા બાદ જાહેરાતમાં દર્શાવેલ સરનામે અરજી મોકલવાની રહેશે.
અરજી ફી
આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે કોઈ પણ અરજી ફી રાખવામાં નથી આવી, દરેક કેટેગરીના ઉમેદવારો વિનામૂલ્યે અરજી કરી શકે છે.
- સતાવાર જાહેરાત : અહી ક્લિક કરો
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થશે, અને ધ્યાન રહે કે આ ભરતીની જાહેરાતની સંપૂર્ણ માહિતી વાચ્યા અને સમજ્યા બાદ આગળ પગલું લેવું. જો તમે હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તે માહિતી તમારી સામે આવી જશે.