I khedut Portal Yojana: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજના દ્વારા મળતી સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવામાં આવશે, તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એકસાથે આ પોર્ટલ ઓપન નહિ કરવામાં આવે પણ અલગ અલગ જિલ્લાઓમાં તારીખ મુજબ આઇ ખેડુત પોર્ટલ ઓપન થશે. આ જિલ્લાવાર ટાઈમ ટેબલ પણ નીચે મુજબ આપેલ છે પરંતુ તે પહેલાં જાણી લઈએ કે આ ખેતી વાડીની યોજનાઓ શું શું સહાય મળવાપાત્ર થશે.
ખેડૂતને નીચે મુજબ સહાય મળશે
જે પણ ગુજરાતના ખેડૂત મિત્રો આઇ ખેડુત પોર્ટલની ખેતી વાડીની યોજનાઓનો લાભ લેવા ઇચ્છે છે તેઓને નીચે મુજબની સાધન સામગ્રી કે ખેતી વિષયક સામગ્રી પર સરકાર દ્વારા નક્કી કરેલ સહાય મળશે.
ખેતી વાડીની યોજનાઓ દ્વારા લાભાર્થી ખેડૂતોને ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો -પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લું મુકાશે, આ દરમિયાન આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે, ચાલો હવે જોઈ લઈએ કે તમારા જિલ્લા માટે કઈ તારીખે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે.
આ તારીખે આ જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે
તારીખ 21/09/2024 થી 27/09/2024 સુધી નીચેના જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે
- રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
તારીખ 23/09/2024 થી 29/09/2024 સુધી નીચેના જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે
- અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
તારીખ 24/09/2024 થી 30/09/2024 સુધી નીચેના જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે
- મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
ઉપર તારીખ પ્રમાણેના જિલ્લાઓમાં સવારે 10:30 વાગ્યા થી આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવામાં આવશે, જો તમને ઓનલાઇન અરજી કરતા ન આવડતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, નીચે મુજબના સ્ટેપ ફોલો કરી અને ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ અરજી કરી શકો છો.
આ રીતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો
- સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવાની થશે.
- અહી હોમ પેજ પર તમને યોજનાઓ નામનો વિકલ્પ જોવા મળી જશે તેના પર ક્લિક કરવાનું થશે.
- ત્યારબાદ તમને ખેતીવાડીની યોજનાઓ નામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું થશે.
- હવે તમને હાલ ચાલુ યોજનાઓનું સંપૂર્ણ લિસ્ટ જોવા મળશે, આ યોજનામાંથી તમે જે પણ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છે તે યોજના પર ક્લિક કરવાનું થશે.
- હવે તમને તે યોજના વિશેની સંપૂર્ણ માહિતી દેખાશે, આ ઉપરાંત અહીં તમને અરજી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.
- “અરજી કરો” વિકલ્પ પસંદ કરતા તમને ઓનલાઇન અરજી કરવાનું યોગ્ય માર્ગદર્શન પણ મળી જશે તે મુજબ આગળ અરજી પ્રક્રિયા કરવાની રહેશે.
હાલ ચાલુ યોજના : આ યોજના દ્વારા મહિલાઓને મળે છે ₹50,000 ની આર્થિક સહાય, 16/10/2024 પહેલા અરજી કરો
આશા રાખું છું કે તમને આ માહિતી મદદરૂપ થઈ હશે, આવી જ રીતે ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.