CBSE Board Exam 2025: જેવી રીતે ગુજરાતમાં વિદ્યાર્થીઓની પરીક્ષા GSEB એટલે કે ગુજરાતી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લે છે, તેવી રીતે ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાતી પરીક્ષાઓ આપે છે, તો જે પણ વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હેઠળ પરીક્ષા આપે છે તે વિદ્યાર્થીઓ માટે આજનો આ લેખ ખૂબ જ જરૂરી છે, અહી અમે તમને જણાવીશું કે બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે અને શું સાચે જ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે ?
ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ક્યારે હશે ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જ્યારે 2024ની બોર્ડની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જ સીબીએસસી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 2025 ની ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં હશે, આ ઉપરાંત પ્રેક્ટીકલ પરીક્ષાની વાત કરીએ તો… ધોરણ 10 અને ધોરણ 12 ની પ્રેક્ટીકલ પરીક્ષા જાન્યુઆરી 2025 માં હશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ વિગતવાર ટાઈમ ટેબલ જાહેર કરવામાં નથી આવ્યું.
અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સીબીએસસી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ નવેમ્બર થી ડિસેમ્બર મહિના સુધીમાં જાહેર થઈ જશે.
વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત
હાલ સીબીએસસી બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે ખરેખર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે કે નહીં ? આ બાબત વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે, પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં નથી આવી કે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે. પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા એલાન કરવામાં આવ્યું હતું એટલે શક્યતા છે કે વર્ષમાં જરૂર બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે, એવું માનવામાં આવી રહ્યું છે.
કામના સમાચાર : સરકારી કર્મચારીઓને મળશે ભેટ, આ દિવસે થશે મોંઘવારી ભથ્થામાં વધારો
આવી રીતે ડાઉનલોડ કરી શકાય વિગતવાર ટાઈમ ટેબલ
જ્યારે બોર્ડ દ્વારા ટાઈમ ટેબલ જાહેર થાય ત્યારે તમે નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો.
- સૌ પ્રથમ cbsc.gov.in વેબસાઈટ ઓપન કરો.
- આ વેબસાઈટમાં મુખ્ય પેજ પર તમને લેટેસ્ટ સીબીએસસી વિભાગમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવાનું ઓપ્શન મળી જશે.
- તેના પર ક્લિક કરતા પીડીએફ સ્વરૂપે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકશો.
આશા રાખું છું કે તમને આજની આ માહિતી ઉપયોગી બની હશે, આવી રીતે જરૂરી સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ આવા કામના સમચાર માટે નીચે અંગ્રેજીમાં ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે અંગેની માહિતી તમારી સામે ખુલી જશે.