Kisan Helpline Number: ખેડૂતોની દરેક સમસ્યાનું સમાધાન ફક્ત બે મિનિટમાં, જાણો આ ટોલ ફ્રી નંબર વિશેની સંપૂર્ણ માહિતી

Kisan Helpline Number: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એ બધાને ખબર છે, ભારતમાં લગભગ લગભગ 70% જેટલા લોકો ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બધા ખેડૂત મિત્રો ભારત દેશના જ નાગરિકો છે એટલે કેન્દ્ર સરકારની જવાબદારી આવે કે ભારત દેશના 70% નાગરિકોને પોતાના વ્યવસાયમાં કોઈ સમસ્યા ઊભી થાય કે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેનો જવાબ તેને ઝડપથી, વિના મૂલ્ય અને સંતોષકારક રીતે મળી જાય. તેથી જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં Kisan Helpline Number જારી કર્યો છે. તો ચાલો આ વિશે થોડીક વધારે માહિતી મેળવીએ.

વિના મૂલ્યે સલાહ મેળવી શકો છો

જે પણ ખેડૂત મિત્રોને ખેતી વિષયક કોઈ સલાહ કે કોઈ મુશ્કેલી કે કોઈ સમસ્યા પડતી હોય તો તે માટે તેના હાલ માટે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરી ફક્ત બે જ મિનિટમાં તેની સમસ્યાનો હાલ મેળવી શકે છે, કારણ કે આ ટોલ ફ્રી નંબર દ્વારા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય તે વ્યક્તિ સામાન્ય હોતા નથી તેઓ ખેતી વિશેની બાબતોમાં માસ્ટર હોય છે જેથી તેઓ ખેડૂતોના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકે. જો તમને ખેતી વિશે કોઈ પ્રશ્ન એ કોઈ મુશ્કેલી હોય તો તમે ટોલ ફ્રી નંબર 18001801551 પર કોલ કરી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

શું ગુજરાતી ભાષામાં વાત થશે ?

ભારત દેશમાં ટોટલ આ બાબતે તેર મોટા શહેરોમાં કોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, આ 13 કોલ સેન્ટર માં અમદાવાદ શહેરનો પણ સમાવેશ થાય છે તેથી ગુજરાતી ખેડૂત ગુજરાતીમાં પણ વાત કરી શકશે, આમ જે ખેડૂત મિત્રો ભણેલા નથી અને હિન્દી ભાષા વાત કરવાની ફાવતું નથી તો તે ખેડૂત મિત્ર ગુજરાતીમાં પણ વાત કરી શકશે.

અહી તમને તમારા વિસ્તારના હવામાન વિશેની પણ જાણકારી આપવામાં આવે છે જેથી ખેડૂત હવામાનને ધ્યાને રાખીને ખેતીના કામ કરી શકે.

ક્યાં સમયે કોલ કરી શકાશે

જો કોઈ ખેડૂત મિત્રોને ખેતી વિશે કોઈ સલાહ ની જરૂર છે તો તે ખેડૂત મિત્ર કામના દિવસોમાં સવારના 10:00 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કોલ કરી સલાહ મેળવી શકે છે, કોલ કરશો એટલે પહેલા તમને તમારા સ્થાનિક નિવાસ તેમજ ભાષા વિશેની માહિતી પૂછવામાં આવશે અને ત્યાર બાદ તમે ખેતી વિશેના નિષ્ણાંત સાથે વાત કરી શકશો આ ઉપરાંત કોઈ મોટી સમસ્યા હશે તો કોઈ ઊંચા પદના વ્યક્તિ સાથે પણ તમે તમારી સમસ્યા જણાવી શકશો.

આશા રાખું છું કે તમને આજની આ માહિતી મદદ રૂપ થશે અને આ Kisan Helpline Number 18001801551 ક્યાંય ખોવાઈ જાય તે પહેલાં પોતાના મોબાઈલમાં સેવ કરી લેજો, જેથી દર વખતે આ નંબર દર વખતે શોધવા ના પડે. આવી જ રીતે ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયા રહો.

Leave a Comment