ISRO Recruitment 2024: તેમને બધાને ખબર જ હશે કે ભારતનું ઈસરો દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે અને જો હવે તમારે પણ ઈસરો સાથે કામ કરીને દુનિયામાં ડંકો વગાડવા છે તો આજ નો આ લેખ તમારા માટે જ છે કારણ કે ઈસરો દ્વારા ઈસરોમાં સરકારી નોકરી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જો તમે ઈસરો સંસ્થામા સરકારી નોકરી કરવા ઈચ્છો છો તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો જોઈએ.
ઇસરો દ્વારા ભરતી ની જાહેરાત | ISRO Recruitment 2024
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે, વિવિધ પોસ્ટ પર ટોટલ 103 જગ્યાઓ ભરવા માટે ઈસરો દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવાય છે. જો તમારી ઉંમર 35 વર્ષ સુધીની છે તો તમે ઈસરો માં સરકારી નોકરી કરવા માટે લાયક છો, તો ચાલો હવે જોઈ લઈએ કે વિવિધ પોસ્ટ પર કેટલી કેટલી જગ્યાઓ છે.
ટોટલ 103 જગ્યાઓ પર ભરતી
ઇસરો દ્વારા જાહેર કરાયેલ ટોટલ 103 જગ્યાઓની વિવિધ પોસ્ટ મુજબની માહિતી નીચે પ્રમાણે છે.
- મેડિકલ ઓફિસર – એસડી માટે બે જગ્યા
- મેડિકલ ઓફિસર – એસસી માટે એક જગ્યાએ
- સાયન્ટિસ્ટ એન્જિનિયર એસસી માટે 10 જગ્યા
- ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 28 જગ્યા
- સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એક જગ્યા
- ટેકનિશિયન-બી માટે 43 જગ્યા
- ડ્રાફ્ટ મેન-બી માટે 13 જગ્યા
- આસિસ્ટન્ટ (રાજભાષા) માટે પાંચ જગ્યા
ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
હવે ઉંમરે મર્યાદા ન વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે ઉંમર મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવી છે પરંતુ ટૂંકમાં કહીએ તો જે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ સુધીની છે તેઓ આ ભરતીમાં ભાગ લઈ શકે છે, વિગતવાર પોસ્ટ મુજબ ઉંમરની માહિતી મેળવવા માટે ઇસરો દ્વારા જાહેર કરાય શોર્ટ નોટિફિકેશન નીચે આપેલ છે, ત્યાંથી માહિતી મેળવી શકો છો.
શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે, તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટની શૈક્ષણિકલ લાયકાત જાણવા માટે નીચે શોર્ટ નોટિફિકેશન આપેલ છે ત્યાંથી મેળવી શકો છો.
પગાર ધોરણ
હવે પગાર ધોરણ ની વાત કરીએ તો જો તમે ઉપર દર્શાવેલ કોઈપણ પોસ્ટ પર જોબ મેળવો છો તો તો તમને તમારી પોસ્ટ પ્રમાણે પે મેટ્રિક લેવલ 3 થી પે મેટ્રિક લેવલ 11 સુધીનો પગાર આપવામાં આવે છે, તમને ક્યાં લેવલના પે મેટ્રીક્સ પગાર મળશે તેનો આધાર તમે કયા પદ પર જોબ મેળવો છો તેના પર છે.
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ
ઇસરો દ્વારા જાહેર કરાયેલ આ વિવિધ પોસ્ટ પર ટોટલ 103 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એટલે કે તારીખ 19/09/2024 થી 09/10/2024 સુધી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ www.isro.gov.in અથવા www.hsfc.gov.in પર સમય મર્યાદામાં ફોર્મ ભરવાનું રહેશે.
શોર્ટ નોટીફિકેશન માટે : અહીં ક્લિક કરો
હાલ ચાલુ ભરતી : વધુ એક સરકારી ભરતીની જાહેરાત, 3 ઓક્ટોબર પહેલા અરજી કરવી પડશે
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ઉપરની બે વેબસાઈટ પર તમને વિગતવાર જાહેરાત પણ મળી જશે એટલે તે વિગતવાર જાહેરાત વાંચીને જ પછી અરજી કરવી તેમજ આવી હાલ ચાલુ સરકારી ભરતીની વધારે માહિતી માટે તમે ઉપર મેઈન મેનુ માં રિક્રુમેન્ટ ન્યુઝ સિલેક્ટ કરશો એટલે મળી જશે, ધન્યવાદ.