NPS Vatsalya Scheme: હવે બાળકોને પણ મળશે પેન્શન, બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે અત્યાર સુધીની સૌથી બેસ્ટ યોજના

NPS Vatsalya Scheme: તારીખ 18 સપ્ટેમ્બર 2024 ના રોજ આપણા દેશના માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એનપીએસ વાત્સલ્ય યોજના લોન્ચ કરવામાં આવી, આ યોજના ખાસ કરીને 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવી છે. તો ચાલો આ યોજના શું છે, આ યોજના દ્વારા શું લાભ થાય છે તેમજ કેવી રીતે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકાય તે વિશેની માહિતી મેળવીએ.

એનપીએસ વાત્સલ્ય યોજના શું છે | NPS Vatsalya Scheme

આમ તો આ યોજનાની ઘોષણા કેન્દ્રીય બજેટ માં જ કરવામાં આવી હતી પરંતુ કાલે 18 તારીખે નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માતા પિતા પોતાના બાળક માટે યોગ્ય જગ્યાએ પૈસા જમા કરી બાળકનું ભવિષ્ય સુધારી શકે તેથી આ યોજના ફક્ત 18 વર્ષની નાના બાળકો માટે જ બનવવામાં આવી છે.

NPS Vatsalya Scheme ના ફાયદાઓ

  • જે માતા પિતા પોતાના સંતાન માટે આ યોજના દ્વારા પૈસા ઇન્વેસ્ટ કરવા માંગે છે તેઓ ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકે છે.
  • આ યોજના દ્વારા ઇન્વેસ્ટ કરેલા પૈસા પર ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે છે તેથી ડિપોઝિટ કરેલા પૈસા પર સારું વળતર મળે છે.
  • આ યોજનાનો લાભ લેનાર બાળકને પરમેનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ આપવામાં આવે છે.
  • બાળક જ્યાં સુધી 18 વર્ષનો ન થાય ત્યાં સુધી એકાઉન્ટનું સંચાલન માતા પિતા કરી શકે છે, બાળક 18 વર્ષનો થઈ જતા આ ખાતાનું નિયંત્રણ બાળકના હાથમાં આવી જાય છે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ

  • બાળક અને તેના માતા-પિતાનો કોઈપણ સરકાર માન્ય આઈડેન્ટી પ્રુફ
  • બાળકનો ઉંમરનો પુરાવો
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી

ક્યાં ફોર્મ ભરવું ?

જો તમે તમારા બાળકનું આ યોજના દ્વારા ખાતું ખોલાવવા ઈચ્છો છો તો તમારે enps.nsdl.com અથવા nps.kfintech.com બે માંથી કોઈ એક વેબસાઈટ ઓપન કરવાની થશે. અહી સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની થશે તેમજ ત્યારબાદ કેવાયસી ની પ્રક્રિયા પણ કરવાની થશે તેમજ કેટલીક જરૂરી માહિતી દાખલ કરવાની થશે, ત્યારબાદ તમે ઓછા માં ઓછા 1000 રૂપિયાથી ખાતું શરૂ કરી શકો છો.

આવી જ રીતે હાલ ચાલુ સરકારી યોજનાની માહિતી માટે તમે ઉપર મેઇન મેનુ માં જઈ યોજના વિકલ્પ પસંદ કરશો એટલે ઘણી બધી યોજનાનો વિશે માહિતી મળી જશે, તે યોજનાનો લાભ તમે મેળવી શકો છો.

Leave a Comment