Saurashtra University Recruitment: માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે સરકારી ભરતી, ₹2,08,700 સુધીનો પગાર આપવામાં આવે છે

Saurashtra University Recruitment: જે ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી કરેલ છે અને તેઓ ઊંચા પગારની સરકારી નોકરી શોધી રહ્યા છે તો આ લેખ તમારા માટે જ છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ ભરતી માં આ પોસ્ટ માટે માસિક ₹ 2,18,200 સુધીનો પગાર ચૂકવવામાં આવે છે. તો ચાલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આપેલી માહિતીની વિગતવાર જાણકારી મેળવીએ.

બે અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ આ ભરતી ટોટલ બે પદો પર થશે અને દરેક પદ માટે એક એક જગ્યા છે એટલે કે ટોટલ બે જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

  • રજીસ્ટાર નામની પોસ્ટ માટે એક જગ્યા છે
  • કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન માટે એક જગ્યા છે

શૈક્ષણિક લાયકાત

  • જે પણ ઉમેદવાર મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ રજીસ્ટાર અને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ની પોસ્ટ પર ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ 55 ટકા ગુણ સાથે સરકાર માન્ય સંસ્થા દ્વારા માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ.
  • આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું સામાન્ય નોલેજ ધરાવતો હોવો જોઈએ.
  • આ ઉપરાંત ઉમેદવાર પાસે અનુભવ પણ હોવો જોઈએ, અનુભવ વિશેની માહિતી માટે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો.

પગાર ધોરણ

જો તમે આ બે પોસ્ટ માંથી કોઈ પણ પોસ્ટ માં નોકરી મેળવો છો તો તમને સારો પગાર મળે છે, જેમ કે…

  • રજીસ્ટાર પદ પર નોકરી મેળવનારને મહિને ₹1,44,200 થી ₹2,18,200 આપવામાં આવે છે અને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન પદ માટે ₹67,000 થી ₹2,08,700 સુધીનો પગાર આપવામાં આવે છે.

ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 18/09/2024 ના રોજ થશે અને આ ફોર્મ ભરવાની પ્રક્રિયા 14/10/2024 સુધી ચાલુ રહેશે. તો યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારોએ આ સમયગાળામાં અરજી કરી દેવી.

અરજી પ્રક્રિયા | Saurashtra University Recruitment

જય ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ તારીખ 18/09/2024 થી 14/10/2024 સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ https://www.saurashtrauniversity.edu/ પર જઈ ઓનલાઇન અરજી કરી શકો છો.

ખાસ નોંધ : આ પદ પર ઉમેદવારને 5 વર્ષ માટે નોકરી આપવામાં આવે છે, જે નોટિફિકેશનમાં જણાવેલું જ છે. ઉપરાંત વધારાની માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ લેવું તેમજ આ નોટિફિકેશનની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ અરજી કરવી.

હાલ ચાલુ ભરતી : હવે 10 પાસ ઉમેદવારો પણ બેંકમાં નોકરી કરી શકશે, અહી ફોર્મ ભરો

આવી જ રીતે નવી નવી સરકારી નોકરીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવા માટે ઉપર મેન મેનુ ઉપર ક્લિક કરશો એટલે રિક્રુમેન્ટ ન્યુઝ દેખાશે તેના પર ક્લિક કરતા જ હાલ ચાલુ ભરતી ની માહિતી તમારી સામે આવી જશે, ધન્યવાદ.

Leave a Comment