NPCIL Recruitment 2024: સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે એનપીસીઆઈએલ દ્વારા ભરતીની જાહેરાત કરાઈ છે, આ ભરતી એપ્રેન્ટીન્સ પદ માટે કરવામાં આવી રહી છે અને હાલ અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, 13 સપ્ટેમ્બર 2024 ના રોજ આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જો તમે આઈ.ટી.આઈ ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આ ભરતીમાં ભાગ લઈ શકશો, તો ચાલો હવે આ પોસ્ટ દ્વારા જાણીએ કે આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી શું પગાર ધોરણ છે તેમજ કઈ ઉમરના ઉમેદવારો અરજી કરી શકશે વગેરે.
પોસ્ટ મુજબ જગ્યાની માહિતી
અલગ અલગ લાયકાત જેમ કે આઈ.ટી.આઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એપ્રેન્ટીન્સ માટે અલગ અલગ જગ્યાઓ છે જે નીચે મુજબ છે.
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટીન્સ માટે 10 જગ્યાઓ
- ડિપ્લોમા એપ્રેન્ટીન્સ માટે 10 જગ્યાઓ
- ટ્રેડ એપ્રેન્ટીન્સ માટે 50 જગ્યાઓ
આમ ટોટલ 70 જગ્યાઓ માટે એનપીસીઆઈએલ દ્વારા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા
એપ્રેન્ટીન્સ માટે અરજી કરવા ઈચ્છો છો તો ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં આઈ.ટી.આઈ નું સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ આ ઉપરાંત ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટેજ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં બીઈ/ બીટેક ની પદવી મેળવેલ હોવી જોઈએ.
હવે પસંદગી પ્રક્રિયા વિશેની માહિતી જોઈએ તો, ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં મેળવેલ માર્ગને આધારે મેરીટ બનાવવામાં આવશે અને તે આધારે ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
પગાર ધોરણ | NPCIL Recruitment 2024
આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટીન્સ માટે પગાર ધોરણ અલગ અલગ આપવામાં આવે છે, જેમ કે..
- ટ્રેડ એપ્રેન્ટીન્સ માટે એક વર્ષનો આઇટીઆઇ કોર્સ કરેલો હોય તો મહિને રૂપિયા 7700 અને બે વર્ષનો કોર્સ કરેલો હોય તો મહિને રૂપિયા 8,050 પગાર આપવામાં આવે છે.
- ડિપ્લોમા એપ્રેન્ટીન્સ માટે મહિને 8000 રૂપિયા આપવામાં આવે છે
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટીન્સ માટે મહિને નવ હજાર રૂપિયા આપવામાં આવે છે.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ
ઉપર મુજબની માહિતી મેળવ્યા બાદ જે ઉમેદવારો આ ભરતી માટે રસ ધરાવે છે તે ઉમેદવારોએ તારીખ 13 સપ્ટેમ્બર 2024 થી તારીખ 3 ઓક્ટોબર 2024 સુધીમાં npcilcareers.co.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની થશે.
હાલ ચાલુ ભરતી : વાંચતા લખતા આવડતું હોય તેઓ માટે સરકારી ભરતી, પગાર ₹21,100, અરજી પ્રક્રિયા શરૂ છે
અરજી ફી અને અરજી પ્રક્રિયા
ઉપરના ત્રણેય પ્રકારના એપ્રેન્ટીન્સ ના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારને અરજી ફી ચૂકવવાની રહેતી નથી, બધા જ ઉમેદવાર વિના મૂલ્ય અરજી કરી શકે છે.
જે ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવામાં રસ ધરાવે છે તે ઉમેદવારે તારીખ ત્રણ ઓક્ટોબર 2024 પહેલા npcilcareers.co.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જો તમે વધુ હાલ ચાલુ ભરતી વિષે માહિતી મેળવવા માંગતા હોય તો ઉપર મેઇન મેનુ માં જઈ તેમાં રેક્રૂમેંટ ન્યુઝ સિલેક્ટ કરશો એટલે હાલ ચાલુ ભરતીની તમામ પોસ્ટ આવી જશે.