ECGC PO Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો સારા પગાર ધોરણ વાળી સરકારી નોકરી ની ઈચ્છા રાખે છે અને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પલેટ કરેલું છે તો તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે, ઈસીજીસી દ્વારા પીઓ ના પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે પીઓના પદ પર સરકારી નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.
કેટેગરી વાઈસ જગ્યાઓ
ઈસીજીસી દ્વારા પીઓ ના પદ માટે ટોટલ 40 જગ્યાઓ ની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે, કેટેગરી વાઈઝ જગ્યાઓની માહિતી નીચે પ્રમાણે છે.
- જનરલ કેટેગરી માટે 16 જગ્યાઓ
- ઇડબલ્યુ એસ કેટેગરી માટે ત્રણ જગ્યા
- ઓબીસી કેટેગરી માટે 11 જગ્યાઓ
- એસસી કેટેગરી માટે છ જગ્યાએ
- એસટી કેટેગરી માટે 04 જગ્યાઓ
ઉમર મર્યાદા
ઈસીજીસી દ્વારા જાહેર કરાયેલ પીઓના પદ માટે અરજી કરવા ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષ સુધીની હોવી જોઈએ આ ઉપરાંત અનામત કેટેગરી વાઈસ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થાય છે, તે માટે વધારે માહિતી માટે સતાવાર જાહેરાત જોઈ શકો છો.
શૈક્ષણિક લાયકાત
આ પીઓના પદ માટે અરજી કરવા માટે કોઈ પણ વિષયમાં સ્નાતક કરેલું હોવું જોઈએ, પરંતુ સરકાર માન્ય સંસ્થા દ્વારા જ સ્નાતક કરેલું હોવું જોઈએ, વધારે માહિતી માટે ઓફિસીયલ નોટીફિકેશન જોઈ શકો છો.
અગત્યની તારીખો
આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે, જો તમે ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા હોય તો તારીખ 13/10/2024 સુધીમાં અરજી કરી શકો છો. આ ઉપરાંત પરીક્ષાની તારીખની વાત કરીએ તો પહેલી ટેસ્ટ 28/10/2024 અને મુખ્ય પરીક્ષા 16/11/2024 ના રોજ હોવાની સંભાવના છે.
અરજી ફી અને પસંદગી પ્રક્રિયા
અરજી ફી થોડી વધારે છે..અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને પીડબલ્યુબિડી ના ઉમેદવારોને અરજી ફી તરીકે 150 રૂપિયા જ્યારે આ સિવાયની કેટેગરીના લોકોને અરજી ફી તરીકે 900 રૂપિયા ચૂકવવાના રહેશે.
જે ઉમેદવારને આ નોકરી મેળવવી હોય તે ઉમેદવારને પહેલા પ્રિલીમ પરીક્ષા આપવી પડશે ત્યારબાદ મેન પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવે છે.
ઓનલાઇન અરજી પ્રક્રિયા
જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઇન અરજી કરવા ઈચ્છે છે તેઓ એ ibpsonline.ibps.in વેબસાઈટ દ્વારા પોતાની વિગતો દાખલ કરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે, આ વેબસાઈટ પર થી તમે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ પણ કરી શકશો તો પહેલા નોટિફિકેશન વાચી લેવી, ત્યારબાદ જ અરજી કરવી.
હાલ ચાલુ ભરતી : ફક્ત વાંચતા-લખતા આવડે તો તેના માટે સરકારી ભરતી, મહિને 21,100 રૂપિયા પગાર
જો તમે વધારે સરકારી ભરતીની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ઉપર મેન મેનુ માં જઈ રિક્રુમેન્ટ ન્યુઝ પસંદ કરશો એટલે હાલ ચાલુ ભરતીની માહિતી આવી જશે.