SSC GD Constable Recruitment 2024: 10 પાસ પર 39,000 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2024

SSC GD Constable Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છે અને ઓછામાં ઓછી 10 પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ માટે ખુશીના સમાચાર છે કારણ કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ટોટલ 39,000 ની જગ્યા પર સરકારી નોકરીની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીએ.

ટોટલ 39,000 ની જગ્યા પર થશે ભરતી | SSC GD Constable Recruitment 2024

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર થયેલ આ 39,000 જગ્યા પર કોન્સ્ટેબલ જીડી પર ભરતી થશે, જેમાં અલગ અલગ પોસ્ટ પર કેટલી જગ્યા છે તેની માહિતી નીચે મુજબ છે.

  • બીએસએફ : 15654 જગ્યા
  • સીઆઈએસએફ : 7145 જગ્યા
  • સીઆરપીએફ : 11541 જગ્યા
  • એસએસબી : 819 જગ્યા
  • આઇટીબીપી : 3017 જગ્યા
  • એઆર : 1248 જગ્યા
  • એસએસએફ : 35 જગ્યા
  • એનસીબી : 22 જગ્યા

કોણ અરજી કરી શકે છે ?

જો શૈક્ષણિક લાયકાતને વાત કરીએ તો ઉમેદવારે ઓછામાં ઓછું સરકાર માન્ય સંસ્થા માંથી 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, આ ઉપરાંત ઉંમર મર્યાદા ની વાત કરીએ તો ઉમેદવારની ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર તેમજ વધુમાં વધુ 23 વર્ષની ઉંમરને ધ્યાને લેવામાં આવે છે આ ઉપરાંત અનામતની કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે, તે માટે વધુ માહિતી મેળવવા માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

પગાર ધોરણ વિશેની માહિતી

જો તમારો આ કોન્સ્ટેબલ જીડી પદ પર સિલેક્શન થાય છે તો તમને મહિને 18000 થી 56,900 પગાર મળવા પાત્ર થાય છે આ ઉપરાંત એનસીબી પદ પર તમારું સિલેક્શન થાય છે તો તમને રૂપિયા 21,700 થી 69,100 પગાર મળે છે.

પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

આ પદ પર નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે છે, ટેસ્ટ ગુજરાતી સાહિત્ય ભાષામાં લેવામાં આવે છે આ ઉપરાંત શારીરિક માપદંડો પણ જરૂરી છે ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ પણ લેવામાં આવે છે અને અંતે મેડિકલ ટેસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી તમને આ નોકરી મળવાપાત્ર થાય છે.

ગુજરાતમાં કેટલી જગ્યા છે અને અરજી ફી કેટલી છે ?

સૌપ્રથમ અરજીપી ની વાત કરીએ તો, એસએસસી કેટેગરી, એસટ કેટેગરી અને માજી સૈનિકો માટે કોઈપણ પ્રકારની અરજીથી લેવામાં આવતી નથી. જ્યારે આ સિવાયની કેટેગરીના લોકોને અરજી ફી તરીકે સો રૂપિયા ચૂકવવાના રહેશે.

39000 જગ્યાઓમાંથી ગુજરાતમાં કોન્સ્ટેબલ જીડી ના પદ માટેની જગ્યા ને વાત કરીએ તો ગુજરાતમાં 1495 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

મહત્વની તારીખો અને અરજી ક્યાં કરવી ?

5 સપ્ટેમ્બર 2024 થી 14 ઓક્ટોબર 2024 સુધી આ ભરતી માટે તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશનરની ઓફિસિયલ વેબસાઈટ ssc.gov.in વિઝીટ કરી શકો છો આ વેબસાઈટ પરથી જ તમે ઓફિસિયલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો.

Leave a Comment