GPSC Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવાર મિત્રો સામાન્ય રીતે જીપીએસસી, જીએસએસબી અને પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા હોય છે, તો આમાંની જ એક સંસ્થા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ભરતી ટોટલ 11 પદો પર 70 જગ્યાઓ માટે કરવામાં આવશે તો ચાલો હવે વિગતવાર માહિતી મેળવીએ.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 માટે જગ્યાઓ અને જગ્યાનું નામ
ગુજરાતી જાહેર સેવા આયોગ દ્વારા ટોટલ 70 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવેલી છે, 70 જેટલી જગ્યાઓ ની અલગ અલગ પોસ્ટ આધારિત વિગતવાર માહિતી મેળવીએ.
- નાયબ કાર્યપાલક ઇજનેર માટે 6 જગ્યાઓ
- મદદનીશ ઇજનેર વર્ગ-2 માટે 6 જગ્યાઓ
- મદદનીશ ઇજનેર વર્ગ-1 માટે 34 જગ્યાઓ
- અધિક સીટી ઇજનેર માટે 1 જગ્યા
- પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ માટે 4 જગ્યાઓ
- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ માટે 4 જગ્યાઓ
- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી માટે 6 જગ્યાઓ
- ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક્સ માટે 5 જગ્યાઓ
- પેરીયોડોન્ટોલોજી માટે 2 જગ્યાઓ
- ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી માટે 1 જગ્યા
- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી માટે 1 જગ્યા
અરજી કરવા માટે લાસ્ટ ડેટ | GPSC Recruitment 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં આપેલી માહિતી અનુસાર લાયક ઉમેદવારો તારીખ 18/09/224 થી અરજી કરવાનું શરૂ કરી શકે છે અને 03/10/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
પરીક્ષા અને પરિણામની સંભવિત તારીખ
ઉપરની બધી જ પોસ્ટ માટે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો, મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી થી ફેબ્રુઆરી 2025 સુધીમાં લેવાઈ શકે છે અને તેના પરિણામની સંભવિત તારીખ એપ્રિલ થી મે 2025 માનવામાં આવી રહી છે ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે સંભવિત તારીખ જૂન 2025 હોય શકે છે.
હાલ ચાલુ ભરતી : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી ભરતી ની જાહેરાત, 25 સપ્ટેમ્બર 2024 સુધી અરજી કરી શકશો
આવી રીતે ઓનલાઇન અરજી કરો
જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છે છે તેઓએ https://gpsc-ojas.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈ, તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છતા હોય તે પોસ્ટ પસંદ કરી, અરજી માટે જરૂરી વિગતો ભરો અને સાથે સાથે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો ત્યારબાદ તમારે ફોર્મ ભરવા માટે અરજી ફી પણ ચૂકવવાની રહેશે. ફોર્મ ભરાઈ ગયા બાદ પ્રિન્ટ જરૂરથી કાઢી લેવી.
આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા તેમજ અરજી ફી વગેરે જેવી માહિતી મેળવવા માટે તમે સતાવાર જાહેરાત જોઈ શકો છો, આ ભરતી માટે જે શોર્ટ જાહેરાત આપવામા આવેલ છે તે નીચેથી મેળવી શકો છો.
ઓફિસિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો
આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, તેમજ હાલ ચાલુ ભરતી ની માહિતી મેળવવા માટે ઉપર મેન મેનુમાં રિક્રુમેન્ટ ન્યુઝ સિલેક્ટ કરશો એટલે હાલ ચાલુ ભરતી ની માહિતી મળી જશે.